Whatsapp Icon

ટ્રાવેલ ક્ષેત્રને પોતાનું કરનાર – મીતા શાહ

By Flamingo Transworld on Apr 19, 2017
Category: News & Updates | Country:  All Over the World

20 વર્ષથી ટ્રાવેલ ક્ષેત્રે જોડાઈ ને ટ્રાવેલિંગને પોતાનું કરનાર મીતા શાહ સ્વભાવે સરળ અને મન થી પ્રવાસી છે. ક્લાયટ્ન્સને મહત્વ અને માન આપી તેમના હૉલિડે ને યાદગાર બનાવનાર મીતા શાહે 20 વર્ષ અગાઉ ટ્રાવેલ ક્ષેત્રના કોઈપણ જાતના અનુભવ વિના ફ્લેમિંગોની શરુઆત કરી હતી. અને ટૂંક સમયમાં જ તેને સર્વોચ્ચ સ્થાને લઈ ગયા. આજે નેશનલ હોય કે ઈન્ટરનેશનલ ફ્લેમિંગો એ પહેલી પસંદ બની ગયું છે. અહીં ટ્રાવેલના શોખીન મીતા શાહ કેટલીક વાતો શેર કરી રહ્યાં છે.

Maamblog-19

બોરીવલીમાં બાળપણ વિત્યું…

મારો જન્મ ભાવનગરમાં થયો અને ઉછેર મુંબઇમાં થયો. બે બહેન અને એક ભાઈ વચ્ચે મોટી થઈ. મારા પિતા (જયસુખભાઈ શેઠ) નો બોરીવલીમાં જ બિઝ્નેસ હતો. અમે કાકા – કાકી અને કઝીન્સ સાથે સયુંક્ત કુટુંબમાં મોટા થયા. ભાઈ – બહેન અને કઝીન્સ સાથે  રમવાના, સંપીને રહેવનાં મીઠાં સંભારણાં છે. બોરીવલીનાં કુદરતી વાતાવરણમાં અમે દોડપકડ, સાતોડીયું, કોડીઓ,થપ્પો, પાંચીકા જેવી રમતો ખૂબ રમ્યાં. અમે ત્રણેય બહેનો બહુ રુપાળી  તેથી મમ્મી – પપ્પા અમને ખૂબ સાચવતાં. બહાર ફરવા જવાનું હોય ત્યારે પપ્પા ટ્રેનમાં લઈ જવાને બદલે ટેક્સીમાં લઈ જતાં.

એક્સપોઝર મળ્યું

મારી બનેં બહેનો હિંદી મિડિયમમાં ભણેલી… મારા જન્મ પછી જ બાળકો ને ઇંગ્લિશ મીડિયમમાં ભણવવાનો ચિલો પડ્યો. ત્યારે હું બોરીવલી ની કોન્વેન્ટ સ્કૂલ મેરીક્યુલેટ ગર્લ્સ હાઇસ્કૂલમાં ભણતી હતી. હાયર સેકન્ડરીનું  શિક્ષણ પૂરું કર્યા બાદ મને પાર્લાની એન.એમ.કોલેજમાં એડમિશન મળ્યું. તેથી મારે બોરીવલીથી પાર્લા ટ્રેનમાં જવું પડતું. ટ્રેનમાં આવન- જાવનનાં કારણે મને ઘણું એક્સ્પોઝર મળ્યું. બી.કોમ પૂર્ણ કર્યા બાદ 3 વર્ષનો ડ્રેસ ડિઝાઇનિંગ નો કોર્ષ કર્યો. અને આ જ ક્ષેત્રમાં થોડાંક વર્ષો સૂધી કામપણ કર્યું.

1988 માં લગ્ન  થયાં

1988 માં ફેમિલી સેટઅપમાં જ સંજય સાથે મારા લગ્ન થયાં. લગ્ન  બાદ ડ્રેસ ડિઝાઇનિંગ છોડીને મારા સસરા (મનહરલાલ શાહ) ની પ્રેરણાથી શેર માર્કેટમાં આવી. તેમજ મુંબઈમાં અમારો કોટન નો ફેમિલી બિઝનેસ હતો તેમાં પણ જોડાઇ. કોટન ઇંડસ્ટ્રીનો અનૂભવ મેળવી તેમાં થોડાં વર્ષો કામ કર્યું.

Maamblog-21

લગ્ન બાદ દોઢ વર્ષ પછી અમે અમદાવાદ શિફટ થયાં. અમદાવાદ આવ્યા પછી શેરમાર્કેટનાં સોદાઓ પણ કરતી હતી. 4 વર્ષ સુધી શેર માર્કેટમાં કામ કર્યું. મુંબઈમાં ઘણાં વર્ષો રહ્યાં બાદ અમદાવાદ આવી ત્યારે સેટલ થવામાં કોઈ  જ  તક્લીફ ન પડી. મને કાર્યક્ષેત્ર નું યોગ્ય વાતાવરણ અહીં મળી રહ્યું.

1996 માં ફ્લેમિંગોની સ્થાપના થઈ

કમ્પ્યુટર ક્રાંતિ આવી ત્યારે શેર માર્કેટમાં બધું કમ્પ્યુટરાઇઝ થવા લાગ્યું. તેથી મારા પતિએ અન્ય બિઝનેસ માં ઝંપલાવવા કહ્યું. અને હું ટ્રાવેલ ઇંડસ્ટ્રીમાં આવી. કોઈપણ જાતનાં ટ્રાવેલ બિઝનેસનાં ફેમિલી બેક્ગ્રાઉન્ડ વિના કે અનુભવ વિનાં 1996 માં ફ્લેમિંગોની સ્થાપના કરી. શરૂઆતમાં લોકલ ટૂર્સ ઓપરેટ કરી કામની શરુઆત કરી. ઇતિહાસ અને ભુગોળ જેવાં વિષયોમાં રસ હોવાથી મને ટ્રાવેલિંગ કરવું તેમજ વિવિધ પ્રદેશ ની માહિતી મેળવવી બહુ ગમે. તેથી શરૂઆતમાં બધાં સ્થળોની મુલાકાત લઈ તેના વિષે વિગતો મેળવ્યાં બાદ ગ્રાહક માટે ટુર ઓપરેટ કરી.

આ   ક્ષેત્રમાં સફળ થવા માટે ફેમિલીએ ખૂબ સપોર્ટ કર્યો. મારા પતિએ કહેલું કે, શરુઆતનાં 3-4  વર્ષ ભલે ફાયદો ન થાય તો પણ બિઝનેસ ચાલુ જ રાખવો. અને આ ઉત્સાહથી હું ટ્રાવેલ ક્ષેત્રે આગળ વધતી ગઈ. ટ્રાવેલ ક્ષેત્રે આવી ત્યારે મારો દિકરો સિદ્ધાર્થ માત્ર 4 વર્ષનો જ હતો. મારા સાસુ (ગુણવંતીબેન શાહ) તેનાં જમવાનો, સૂવાનો, રમવાનો બધો જ ટાઇમ સાચવતાં. તેમણે સિદ્ધાર્થ ની બધી જવાબદારી ઉપાડીને મને કામ કરવા માટે મોકળું મેદાન પૂરુ પાડયું. મારા સાસુ પણ તેમની યુવાનીમાં ઓફિસ વર્ક કરતાં હતાં.

Maamblog-23

ટ્રાવેલ ક્ષેત્રમાં સર્વિસ અને ટ્રાન્સપરન્સીથી આગળ વધી શકાય.ગ્રાહક ને ક્યારે નાનો નહિ સમજવાનો.

3 માણસો સાથે ફ્લેમિંગોની શરૂઆત થઈ.

ફ્લેમિંગોના શરુઆતી દોર અંગે વાત કરતાં મીતા શાહે જણાવ્યું હતું કે, 3 માણસો સાથે ફ્લેમિંગોની સ્થાપના કરી હતી અને આજે 250 જેટલાં માણસો છે. ફ્લેમિંગોની સફળતા નુ મોટું કારણ મહિલા છે. મારે ત્યાં 70 ટકા મહિલા સ્ટાફ છે. શરૂઆત થી લઈ ને આજદિન સુધી હું મહિલાઓને જ નોકરી પર રાખું છું. મહિલાઓ સારી સર્વિસ આપે છે. તેઓ ઘરની જવાબદારી સંભાળવાની સાથે ઑફિસની  જવાબદારીઓ પૂરાં દિલથી નિભાવે છે. અમારે ત્યાં દરેક દિવસ મહિલા દિવસ છે તેમ કહેતા મીતા બેને જ્ણાવ્યું હતું કે, અમારી ગર્લ્સ માર્કેટિંગ, એસકોર્ટિગ, ટૂર લીડિંગ, નેટવર્કિંગ જેવાં બધાં જ કાર્યો કરે છે. ફ્લમિંગોએ છોકરીઓને આગળ લાવવા માટેનું સોશ્યલ ઓર્ગેનાઇઝેશન છે.

Maamblog-17

ફ્યુચરપ્લાન

ફ્યુચરપ્લાન અંગે વાત કરતાં મીતા શાહે જણાવ્યું હતું કે, પુરા વિશ્વનું ટ્રાવેલ ક્ન્સલ્ટિંગ ફ્લમિંગો દ્ધારા થાય તેવી  ઇચ્છા છે. અને આ બધી જ સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ કરાવીશું.

સમર ડેસ્ટિનેશન

સમર સિઝનનાં પોપ્યુલર ડેસ્ટિનેશન અંગે વાત કરતાં તેમણે જ્ણાવ્યું હતું કે, યુરોપ, અમેરિકા, શ્રીલંકા, સ્કેંડિનેવીયા જેવાં વૈશ્વિક સ્થળો પસંદ કરે છે.જ્યારે નજીકનાં સ્થળોમાં કેરલા, ભૂટાન, શ્રીલંકા, સિક્કિમ, લદાખ જેવા સ્થળો પોપ્યુલર છે.

રેપિડ ઝોન

Maamblog-18

  • જીવનનો સફળતા મંત્રશું?

Change is only constant thing in life.

  • જીવનની ફિલસુફી શું?

હંમેશા સેલ્ફ ડિસિપ્લિનમાં રહેવું તેમજ ખુશ રહેવું અને ખુશીઓને ફેલાવવી.

  • તમારા રસનો વિષય ક્યો?

ટ્રાવેલિંગ કરવું ગમે, યોગા અને રીડિંગ કરવું ગમે.

  • તમારું ફેવરિટ ડેસ્ટિનેશન કયું?

કુદરતી સૌંદર્ય અને ભૌગોલિક સૌંદર્ય ધરાવતા સ્થળો પર ફરવુ ગમે છે.આઇસલેન્ડ, સ્કેંડિનેવીયા, ફિલિપિંન્સ,સેન્ટ્રલ યુ.એસ.એ. મનપસંદના સ્થળો છે. જ્યારે ભારતની વાઇલ્ડ લાઇફ અને લેહ લદ્દાખ જવુ ખૂબ ગમે છે.

Maamblog-20

  • એક અધુરું સ્વપ્ન જેનું પૂરું કરવાની તમન્ના હોય?

 એક એવાં કાર્યની શોધમા છું કે જે 80 વર્ષે પણ ખૂશીથી કરી શકું. જીવનનાં અંત સુધી કરી શકાય એવાં કાર્યની શોધમાં છું.

  • ફેવરિટ ફિલ્મ કઈ?

ક્વિન મારી ફેવરિટ ફિલ્મ છે.

  • તમારા આઇડિયલ કોણ?

હજુ સુધી કોઇ ગુરુ મળ્યા નથી. હું એક સાચા ગુરુની શોધમાં છું.

  • વાચનનો શોખ છે ત્યારે કેવા પ્ર્કારનું વાચન કરવું ગમે?

જૂદાં જૂદાં દેશની નોવેલ વાંચવી ખૂબ ગમે તેમજ વિભિન્ન પ્રદેશની નવિન વાર્ત્તાઓ વાંચવી પણ ખૂબ ગમે.

  • મેસેજ ટુ વૂમન

Decide your dreams and follow it.

Tags:  

About Author

Flamingo Transworld
Read All Post ⟶
Comments :
  1. Vipul Surana says:April 19, 2017 at 1:27 pm

    Congratulation good job

    1. admin says:July 25, 2017 at 12:35 pm

      Thank you !!!

  2. Ruchita modi says:April 19, 2017 at 3:07 pm

    Hii meeta aunty,

    Its really nice to read about your life story…i dont know u still remembered me or not..but i worked @flamingo when i just completed my 12th std..

    U are my idol..i wanna be like you..congratulations for all the success which you have got..and many more yet to come..

    Congo to u and sanjay sir for completing 20 years

    Lots of wishes
    Ruchita modi

    1. admin says:July 25, 2017 at 12:34 pm

      Thank you !!!

  3. Jigi Panchal says:April 19, 2017 at 4:28 pm

    Great mam..

    1. admin says:July 25, 2017 at 12:34 pm

      Thank you !!!

  4. Shraddha Doshi says:April 19, 2017 at 6:15 pm

    She is truly inspiring

    1. admin says:July 25, 2017 at 12:34 pm

      Thank you !!!

  5. Sheetal says:April 19, 2017 at 6:36 pm

    GR8 Meeta di

    1. admin says:July 25, 2017 at 12:34 pm

      Thank you !!!

  6. Charmy mehta says:April 19, 2017 at 7:07 pm

    Really she is inspiring.we proud of her.

    1. admin says:July 25, 2017 at 12:34 pm

      Thank you !!!

  7. Sima Soni says:April 20, 2017 at 6:08 am

    Congrats mem

    1. admin says:July 25, 2017 at 12:33 pm

      Thank you !!!

  8. Tejendraprasadji says:April 20, 2017 at 4:43 pm

    Flamingo has been always providing us with completely satisfactory service since decades

    1. admin says:July 25, 2017 at 12:33 pm

      Glad to know that!

  9. Yashwant shah says:April 21, 2017 at 6:21 am

    Your dream come true in future.wish u all success.

    1. admin says:July 25, 2017 at 12:33 pm

      Thank you !!!

  10. Kunal solanki says:May 23, 2017 at 11:26 am

    Good work good job

    1. admin says:July 25, 2017 at 12:31 pm

      Thank you !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *